Taklung Setrung Rinpoche: પરંપરા નિભાવતા નિંગમા સંપ્રદાયે હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિના રહીશ એક સાડા ચાર વર્ષના બાળકને દિવંગત તિબ્બતી લામા તકલુંગ સેતરુંગ રિનપોચેનો અવતાર માન્યો છે. નવાંગ તાશી રાપ્ટેન હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિમાં સ્પિતિ ઘાટીના તાબો ક્ષેત્રના રંગરિક ગામનો રહીશ છે. બાળકના માતા પિતા અને સંબંધીઓ  તેમના ઘરમાં આવા બાળકના જન્મથી ખુબ ખુશ છે. જે ઔપચારિક રીતે તિબ્બતી બૌદ્ધોના સૌથી મોટા ગુરુ છે. સોમવારે આ બાળકનું ધાર્મિક જીવન શરૂ થઈ ગયું. તેનું ધાર્મિક શિક્ષણ શિમલાના  પંથાઘાટી સ્થિત દોરજીદક મઠથી શરૂ થશે. નવાંગ તાશીના દાદાએ જણાવ્યું કે સૌથી પહેલા તો મને કોઈ આઈડિયા ન હતો કે મારો પૌત્ર તિબ્બલી લામાનો અવતાર છે. જ્યારે ગુરુ અમારા ઘરે આવ્યા ત્યારે તેમણે જણાવ્યું કે આગામી લામા તમારા પાસે છે. 


ત્યાં સમારોહમાં આવેલા એક બૌદ્ધ ભિક્ષુએ કહ્યું કે, આજે તેમનું મુંડન અને કપડાં બદલવાનો સમારોહ છે. જ્યારે તેઓ બધા લામાના આશીર્વાદ લેશે ત્યારે તેમનું શિક્ષણ શરૂ થઈ જશે. આ બૌદ્ધ દુનિયા સાથે જોડાયેલા લોકો માટે મહત્વની પળ છે. કારણ કે અમે તેના માટે 7 વર્ષ રાહ જોઈ છે. દોરજીદકમાં તિબ્બતી બૌદ્ધ ભિક્ષુઓ અને અન્ય લોકો તથા હિમાચલ પ્રદેશના હિમાલયી ક્ષેત્રના અન્ય બૌદ્ધ શિષ્યોએ શિમલામાં નવાંગ તાશીનું સ્વાગત કર્યું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube